વાહ દેવભુમી દ્વારકા જીલ્લાના એસપી સાહેબ વાહ
અગાઉ મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા નિષ્પક્ષ અને નીડર એવા પીઆઈ કે બી રાજવી સાહેબની નિમણુંક બાદ સાહેબશ્રી દ્વારા ગેરકાનુની પ્રવુતિ કરતા ગુન્હેગારોને પકડી એ તમામ કાર્યવાહીમા મીઠાપુર પોલીસના પીએસઆઇ ચૌહાણ સાહેબ તથા સ્ટાફને સાથે રાખી મીઠાપુર ખાતે પ્રજામાં પોલીસ પ્રત્યેની એક ભરોસા પાત્ર છબી ઉભી કરેલ હતી. ત્યારબાદ ઉચ્ચઅધિકારી દ્વારા જીલ્લામાં અનેક અધિકારીઓની બદલી થતા મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ કે બી રાજવી સાહેબની અને ચૌહાણ સાહેબની બદલી થતા અનેક આગેવાન, અનેક લોકો દ્વારા સાહેબશ્રીની બદલી પરત કરાવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરેલી પરંતુ હાલ થોડા દિવસો પહેલા મીઠાપુર પોલીસ સ્ટેશનમાં નિયુક્તિ પામેલા પીઆઈ ટી. સી. પટેલ સાહેબ તથા પીએસઆઈ ડી. એન. વાંજા સાહેબ તથા પીએસઆઈ આર.પી. રાજપુત સાહેબ તથા મીઠાપુર પોલીસ સ્ટાફ દ્વારા ફરી એકવાર પ્રજાને પોલીસ પ્રત્યેની યોગ્ય કામગીરીનો ભરોસો દર્શાય રહ્યું હોય એમ થોડા દિવસો પહેલા આ પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ સાથે રહી સોની બજાર , સુરજકારડી અને મીઠાપુરમા ફુટ પેટ્રોલિંગની સાથોસાથ વાહન ચેકીંગ અને સંવેદનશિલ વિસ્તારમાં અનેક શંકાસ્પદ ઇસમોને ચેક કરવાની કામગીરી કરેલ અને આમ કડક કાયદાકીય કામગીરી દરમ્યાન તા17/9/24ના રોજ આરંભડા જય અંબે સોસાયટી વિસ્તારમા મારુતિ કંપનીની કાર નંબર GJ-37-T-9260 માંથી ઈંગ્લિશ દારૂની બોટલ નંગ 240 અને બિયરના ટીન નંગ 23 વગેરે કુલ મુદામાલ 563740/- રૂપિયાનો મુદામાલ પકડી ગુન્હેગારો વિરૃદ્ધ ધોરણસર કાર્યવાહી કરી છે મીઠાપુર પોલીસની આવીને આવી કાયદાકીય કામગીરી જોઈ નાનામોટા ગુન્હેગારો તો જાણે ગુન્હાહિત પ્રવૃત્તિ છોડી દીધી હોય એમ જણાય આવતું હોય એમ લાગે છે જેથી જ ફરી આવા નિષ્પક્ષ અને નીડર અધિકારીઓની બદલી મીઠાપુર પોલીસ સ્ટેશનમાં થતા વાહ દેવભુમી દ્વારકા જીલ્લાના એસપી સાહેબ વાહ એવું લોકમુખે ચર્ચાય રહ્યું છે અને મીઠાપુર પોલીસ આવી ગુન્હાહિત કૃત્ય કરનાર ગુન્હેગારોને સામે કડક કાર્યવાહી કરવા હંમેશા તત્પર રહેશે એવી લાગણી લોકોમાં દેખાય આવે છે.