વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને વાંકાનેર સીટી પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ.પ્રદીપભાઇ હેમુભાઈ બોરાણા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઈ ધીરજભાઈ મકવાણા, કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ બળવંતભાઈ પ્રભુભાઈ દેગામાએ સહિતના પોલીસ સ્ટાફ નવરાત્રીના તહેવાર નિમિતે પ્રેટ્રોલીંગ હતા. તે દરમ્યાન સાથે પોલીસ કોન્સ દીવ્યરાજસિંહ વેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ કૃષ્ણરાજસહ પથ્વીરાજસિહ ઝાલાને નવાપરા પંચાસર રોડ હનુમાન મંદીર પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેર અમુક ઈસમો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.
બાતમી આધારે પોલીસે ઉપરોકત સ્થળે રેઇડ કરતા જાહેર જુગાર રમતા આરોપી વિશાલભાઈ વિનુભાઈ દલસાણીયા, દીપકભાઈ વિનુભાઈ શંખેસરીયા, રાજેશભાઈ રાણાભાઈ ડાંગરોચા, હરેશભાઇ સોમાભાઈ બાવરીયા, નાનજીભાઈ પ્રાગજીભાઈ પંડીત (રહે.પાંચેય નવાપરા વાંકાનેર)ની પાસેથી રોકડ રૂપિયા ૨૨૭૦૦નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર સીટી પોસ્ટમાં પાંચેય ઈસમો વિરૂધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુનો રજી કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.