વાંકાનેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હોય જે બનાવ અંગે સગીરાના પિતાએ વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતી સગીરાને દિનેશ સોમાભાઇ સોઢા (રહે.બેલા તા.રાપર કચ્છ) નામનો ઇસમ ગત તા.8 મે ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો. આ અંગે સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.