વાંકાનેરના વિશિપરા વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડવા બાબતે યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યોની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના વિશિપરા પ્રાથમિક શાળા પાસે રહેતા અર્જુનભાઇ દિનેશભાઇ ગણોદીયાએ આરોપી શંકર હકાભાઇ જીંજવાડીયા તથા સંજય નાગજી જીંજવાડીયા (રહે.બન્ને વાંકાનેર વીશીપ રા) વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ ફરીયાદી અર્જુનભાઇ દિનેશભાઇ ગણોદીયાને આરોપી શંકર હકાભાઇ જીંજવાડીયા સાથે ગાળો બોલવા બાબતે સામાન્ય બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપી શંકર તથા સંજયએ ફરિયાદીને માથામાં ધોકો મારી શરીરે આડેધડ ધોકા વડે માર મારી નાસી છૂટયા હતા. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.