વાંકાનેર: માટેલ રોડ અમરધામ પાસે રોડ પરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના માટેલ રોડ અમરધામ પાસે રોડ પરથી આરોપી સંજયભાઈ જેઠાભાઇ સુરેલા (રહે. આંબરડી તા.મૂળી. જી. સુરેન્દ્રનગર) નામ વાળો પોતાનું હીરો હોન્ડા ગ્લેમર મોટરસાયકલ નં- GJ-13-AA-6578 (કિં.રૂ. ૨૦,૦૦૦) વાળામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૨ ( કિં.રૂ.૬૦૦) મળી કુલ રૂ. ૨૦,૬૦૦ નાં મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.