વાંકાનેર તાલુકાના માટેલ ગામે યુવતી લાપતા થતા ગુમશુદાની ફરીયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા શીવાભાઈ સગરામભાઈ કાંજીયાની દિકરી ગીતાબેન (ઉં.વ. ૧૮ વર્ષ ૪ મહિના) ગત તા. ૬ જુલાઈનાં રોજ ઘરેથી બાથરૂમ જવા માટે બહાર ગયેલ હોય બાદ પરત ન ફરતાં પરિવારે ઘરમેળે તપાસ હાથ ધરી હતી પરંતુ ગીતાબેનની કોઈ ભાળ ન મળતા તરૂણીની માતા ભાવનાબેનએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુમસુદા થયાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી તરૂણીની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ગીતાબેન શરીરે પાતળા બાંધાનાં અને વાને ઘઉંવર્ણી છે.