વાંકાનેરને સરતાનપર ગામે આવેલ કારખાનામાં પતિ-પત્ની ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર ગામે આવેલ મોટો સ્ટોન કારખાનામાં કામ કરતા આશિષ નવકિશોર શાહુ (ઉ.વ.27) તથા વનીતાબેન આશિષ નવકિશોર શાહુએ ગત તા.21 ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા બન્નેને પ્રથમ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આશિષ તથા વનીતાબેન નો લગ્નગાળો બે વર્ષનો છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે.