વાંકાનેરના લક્ષ્મીપરામાં જુના મનદુઃખનો ખાર રાખી એક શખ્શે યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે.
વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા ફિરોઝભાઈ અયુબભાઇ પીપરવાડિયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈને આરોપી જાકીર ઉર્ફે રાધે નુર મામદભાઈ મકવાણા સાથે જુનું મનદુઃખ ચાલતું હોય જેનો ખાર રાખીને આરોપી જાકીર ઉર્ફે રાધે એ પોતાના મકાનના રવેશમાંથી ફરિયાદી ફિરોઝભાઈ તથા સાહેદને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.