વાંકાનેરના નવાપરા નજીકથી વર્લી ફીચરનો જુગાર રમતો એક ઇસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં નવાપરામાં વાસુકી દાદા મંદીર પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતો આદમભાઈ ઉસ્માનભાઈ કટીયા (રહે.મિંયાણા નવાપરા પંચાસર રોડ વાંકાનેર)ને રોકડ રૂ. 440 સાથે પોલીસે પકડી પાડેલ છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ જુગારધારા હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.