વાંકાનેર તાલુકા આંણદપર ગામની સીમમાંથી જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને રોકડ રૂપિયા ૧,૦૧૦૦૦ ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ.મયુરધ્વજસિંહ જાડેજાને મળેલ બાતમી આધારે વાંકાનરે તાલુકા આંણદપર ગામની સીમમાં હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી મનોજ ઉર્ફે નદી ભાણજીભાઇ ટમારીયા (રહે. ભરવાડપરા વાંકાનેર), શામજીભાઇ ઉર્ફે ભીખો ભાવુભાઇ ભીસડીયા (રહે.સમથેરવા તા.વાંકાનેર), હરેશભાઇ ઉર્ફે મઘો જગાભાઇ વિઝુવાડીયા (રહે.માટેલ,પુલ પાસે વાડી વિસ્તારમાં તા.વાંકાનેર), પ્રવિણભાઇ ઉર્ફે પનો છનાભાઇ સરાવાડીયા (રહે.માટેલ તા.વાંકાનેર)ને રોકડ રૂપીયા ૧,૦૧૦૦૦ ના મુદામાલ ચારેય આરોપીને ઝડપી લીધા હતા. આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ સબ ઇન્સ. આર.પી.જાડેજા તથા પો.હેડકોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, પો.કોન્સ. જગદીશભાઇ ગાબુ તથા સંજયસિંહ જાડેજાનાઓ રોકાયેલ હતા