પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે મેસરિયા ગામના બોર્ડ પાસેથી ચોટીલા તાલુકાના નાળિયેરી ગામના દક્ષિત ઉર્ફે ધમો ગોવિંદભાઇ મકવાણા રોયલ બ્લ્યુ બ્રાન્ડ વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 200 સાથે તેમજ બીજા દરોડામાં પલાસ ચોકડી નજીકથી સંજય પ્રેમજીભાઈ કુણપરા ૨હે પલાસ ગામ નામના શખ્સને વિદેશી દારૂના 3 ચપલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.