મોરબી જિલ્લામાં દિવસે દિવસે કોપર વાયરની ચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ૩.૬૦ લાખના કિંમતના કોપર વાયર ની ચોરી થઈ હોય ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ કિસ્સો વાંકાનેર ના સરતાનપર ગામની સીમમાં આવેલ ટાઇલ્સની કારખાના માંથી વાયર ચોરી થઈ હોય ત્યારે સંચાલક દ્વારા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમા આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામની સીરામીક ફેક્ટરીમાંથી ગત તા.3ના રોજ કોઈ અજાણ્યો ચોર ઇસમ રૂપિયા 3.60 લાખની કિંમતનો 600 કિલોગ્રામ કોપરના વાયરની ચોરી કરી જતા ફેકટરીના સંચાલક પાર્થ અનિલભાઈ લોરીયા રહે.કેનાલ રોડ મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.