મોરબી એલસીબી ટીમ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં આવેલ બંધ કારખાના ફેક્ટરીમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ મળી આવ્યા હતા. તેમના વિરુદ્ધ પોલીસ દ્વારા જુગારધારા મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને વાંકાનેર તાલુકાના ઢુંવા ગામની સીમમાં વરમોરા કારખાના પાછળ બંધ પડેલ મિરેકલ સિરામિક ફેકટરીમાં આરોપી યશવંત મગનભાઈ દલસાણીયાએ જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમી મળતા બાતમીને આધારે દરોડો પાડતા આરોપી યશવંતભાઇ મગનભાઇ દલસાણીયા પટેલ, રહે.મોરબી રવાપર ઘુનડા રોડ ક્રિષ્ના સ્કૂલ સામે, શકિત ટાઉનશીપ, લોટસ એપાર્ટમેન્ટ, મુળ રહે.સજનપર (ઘુ) તા.ટંકારા, અમિતભાઇ દલીચંદભાઇ વરમોરા, રહે.મોરબી, આલાપ રોડ ખોડીયારનગર પટેલ સોસાયટી, સી બિલ્ડીંગ, મુળ રહે.નવા દેવળીયા તા.હળવદ, પ્રકાશભાઇ શિવાભાઇ ચાપાણી, રહે.બેલા (રંગપર) રતનપર સોસાયટી, જીતેન્દ્રભાઇ પ્રભુભાઇ માલાસણા, રહે.મોરબી-૨ ઉમા ટાઉનશીપ માધવ એપાર્ટમેન્ટ, મૂળ રહે.નવા દેવળીયા તા.હળવદ અને વિપુલભાઇ ખીમજીભાઇ અમૃતિયા, રહે.જેતપર (મચ્છુ) નામના પાંચેય જુગારીઓ રોકડા રૂપિયા 1.56 લાખ સાથે ઝડપાઇ જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.