વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક શંકાસ્પદ રીતે નીકળેલ કાર ને અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલક દેશી દારૂના બાદકા ફેંકીને કાર લઇ રફુ ચક્કર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે પીછો કરતા કાર મળી આવતા કારને કબજે લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જોધપર ગામ નજીક શંકાસ્પદ રીતે નીકળેલી જીજે – 03 – જેસી – 5544 નંબરની કાર અટકાવવા પ્રયાસ કરતા કાર ચાલકે જોધપર ગામની સ્કૂલ પાસે 250 લીટર દેશી દારૂના બાચકા ફેંકી દઈ કાર ભગાવી મૂકી હતી. બાદમાં પોલીસે પીછો કરતા જોધપર ઓવરબ્રિજ પાસે આવેલ હરિયાણા મેવાત હોટલના કમ્પાઉન્ડમાં કાર રેઢી હાલતમાં મળી આવતા પોલીસે 2.50 લાખની કાર અને દારૂ મળી 2.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે અજાણ્યા આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.