વાંકાનેર તાલુકા પોલીસ તથા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજૂરી કોર્ટ દ્વારા તરફથી મળતા વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે રોડ પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ ગુના-૫ બોટલો નંગ-૨૯,૪૬૯ કી.રૂ.૬૨,૭૮,૨૭૦/- તથા વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે કુલ ગુના-૮ બોટલો નંગ-૩૩૩ કી.રૂ.૧૦૦૨૨૫/- એમ મળી બન્ને પો.સ્ટે. ના કુલ ગુના-૧૩ કુલ બોટલો નંગ-૨૯,૯૦૨ કુલ કી.રૂ.૬૩.૭૮,૪૯૫/- ની કીંમતનો વિદેશી દારૂ અધિકારીઓ તથા તથા સ્થાનીક પોલીસ સ્ટાફની હાજરીમાં રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.