મોરબી: પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષક રાધીકા ભારાઈના માર્ગદર્શન મુજબ પ્રોહીબિશન/જુગાર ની પ્રવુતિ સદંતર નાબુદ કરવા અંગે સુચના કરેલ જે અન્વયે સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળાના ઓને સંયુકત ખાનગી રાહે હકીકત મળેલ કે કુંભારપરામાં રામાપીરના મંદીર પાસે જાહેર શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે અમુક ઇસમો ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગાર રમી રમાડે છે.
અને હાલે જુગાર ચાલુ છે તેવી ચોકકસ હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ અમોએ સ્ટાફના માણસો સાથે રેઇડ ચાર ઇસમો નવધણભાઈ વજાભાઇ શામળ( ઉવ-૩૫ રહે. કુંભારપરા મેઇનચોક વાંકાનેર જી મોરબી), લાલજીભાઈ બાબુભાઈ સારદીયા (ઉવ-૩૫ ધંધો શાકભાજી વેચવાનો રહે.આરોગ્યનગર શેરી નંબર-૧ વાંકાનેર જી મોરબી),રાજુભાઈ જગાભાઈ ઉઘરેજા (ઉવ-૪૨ રહે. કુંભારપરા જુના પાદર હનુમાનજી મંદીર પાસે વાંકાનેર જી મોરબી), અનીલભાઈ નરશીભાઇ તાવીયા (ઉવ-૩૯ ૨હે. કુંભારપરા રામાપીરવાળી શેરી વાંકાનેર જી. મોરબી) ને ગંજી પતાના પાના નંગ-પર કી.રૂ૦૦/૦૦ તેમજ કુલ રોકડા રૂ.૧૯૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા ચારેય ઈસમો સામે જુગારધારા કલમ ૧૨ ના ભંગ બદલ ક.૦૨/૦૫ વાગ્યે ધોરણસર અટક કરી મજકુર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ પોલીસ ઇન્સપેકટર એચ.એન.રાઠોડ તથા એ એસ આઈ હીરાભાઈ તેજાભાઇ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તથા દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ વાળા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી ના ઓ દ્રારા કરવામાં આવેલ છે.