Friday, April 25, 2025

વધુ એક છેતરપિંડી : પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ આપવાનું કહી 1.08 કરોડની ઠગાઈ

Advertisement
Advertisement
Advertisement

જિલ્લામાં કાનુન વ્યવસ્થા દિન પ્રતિદિન કથળત જઈ રહી છે ત્યારે અવારનવાર ફ્રોડ ના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 1.08 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોય ત્યારે આ બાબતે હાલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબી અવની ચોકડી જય અંબે અંબેનગર સોસાયટી મારૂતિ એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૦૧મા રહેતા દિવ્યેશભાઈ ભરતભાઈ સવસાણી (ઉ.વ.૨૫) એ આરોપી મોબાઇલ ધારક તથા જુદા જુદા બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપોઓએ ફરીયાદિને પ્લાસ્ટીકના દાણાનો કોન્ટ્રાકટ આપવાનું જણાવી ફરીયાદિને લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદિને જુદા જુદા ફોર્મ ઇ-મેલથી મોકલી જેની અવેજીમાં રૂપીયા ભરવાનું જણાવી ફરીયાદિએ અલગ અલગ તારીખે આરોપીઓના જુદા જુદા બેંક એકાઉન્ટમાં રૂ,૧,૦૮, ૭૮,૪૫૮/- નું રોકાણ કરેલ હોય જે આરોપીઓએ ફરીયાદીને આજદિન સુધી કોન્ટ્રાકટ નહી આપી તેમજ આરોપીઓએ ફરીયાદીએ રોકાણ કરેલ રૂપીયા પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,401

TRENDING NOW