ટંકારાની લતીપર ચોકડી નજીક ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે બસ ક્લીનરનેં ટંકારા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ ટંકારાની લતીપર ચોકડી નજીક રોડ પરથી આરોપી સુનીલ સવસિંહ ભામનીયા (રહે. જોતરડા ફળીયુ. જિ.અલીરાજપુર) ગઈકાલના રોજ પોતાના હવાલાવાળી ટ્રાવેલ્સ બસ નં-GJ-16-U-3638 (કિં.રૂ. ૨,૫૦,૦૦૦) વાળીમાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૮ (કિં.રૂ.૨૪૦૦) મળી કુલ રૂ.૨,૫૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.