Thursday, April 24, 2025

લજાઈ ગામે કન્યા શાળા આચાર્ય નિવૃતિ થતાં સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

ટંકારા તાલુકાના લજાઈ ગામે કન્યા શાળાના આચાર્ય તરીકેની સેવા આપતા ગોવિંદભાઈ બલાસરા વય મર્યાદા થતા નિવૃત થયા હતા. આ તકે લજાઈ ગામના આગેવાન માજી સરપંચ અંબારામભાઈ મસોત, ભાણજીભાઈ વામજા, સંજયભાઈ મસોત્ત, ટંકારા ગ્રાહક સુરક્ષા પ્રમુખ ગૌતમભાઈ વામજાએ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ગોવિંદભાઈ બલાસરા 1998થી લજાઈ કન્યા શાળા આચાર્ય તરીકે સેવા આપતા હતા. હર હમેશાં શાળાને પોતાની માની શાળાની સફાઈ શાળા વિકાસ માટે અને વિધાર્થી હિત માટે હર હમેશાં તત્પર રહેતા હતા. આ તકે તેના સાથી શિક્ષકો અમર્શિભાઈ ભગીયા, નીતિન માંડવીયા, રામભાઈ રામાનુજ, શૈલેષભાઈ કામરીયા, જયશ્રીબેન પટેલ, છાયાબેન માંડવીયા વિદાયમાન કરાયા શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW