મોરબીના લખઘીરપુર ગામમાં લેકસેસ ફેક્ટરીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખઘીરપુર ગામમાં આવેલ લેકસેસ ફેક્ટરીની ઓરડીમાં આદેશભાઈ વિનોદભાઈ (ઉ.વ.20) ગઈકાલે તા. 18ના રોજ કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.