(અહેવાલ: ભવિષ જોષી – હળવદ)
હળવદ: રોટરી ક્લબ હળવદ દ્વારા આજ રોજ રોટરી ક્લિનિકનો શુભ આરંભ સેવાનું બીજું નામ એટલે રોટરી ક્લબ હળવદ કે જે, હળવદ તેમજ આજુ બાજુના ગામમાં અનેક સેવાકીય પ્રોજેક્ટો કરી સતત કાર્યશીલ રહેતી એક સેવાકીય સંસ્થા છે.

રોટરી હળવદ દ્વારા રોટરી ક્લિનિકનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. અહીંયા દવખાનામાં દર્દીઓને ફી માં તેમજ દવાઓમાં તેમજ લેબોરેટરી રિપોર્ટમાં તેમજ સારવાર ખર્ચમાં સારી એવી રાહત રોટરી ક્લબ દ્વારા આપવામાં આવશે. રોટરી ક્લિનિક દર્દીઓની સેવા અર્થે તેમજ ગરીબ લોકો કે જે વધુ ખર્ચ ને પહોંચી વળવા સક્ષમ ન હોય તેવા દર્દીઓને ધ્યાનમાં રાખી રોટરી ક્લિનિક નો આજ થી આરંભ કરવામાં આવ્યો છે. ક્લિનિક નો શુભ આરંભ કરતા પહેલા વિધિ વિધાન થી પુજા પાઠ કરવામાં આવ્યા હતા.

આ ક્લિનિકના દાતા અમીરભાઈ વાલજીભાઈ દાદવાણીના હસ્તે ક્લિનિકનો શુભઆરંભ કરવામાં આવ્યો હતો. રોટરી ક્લિનિકમાં અનુભવી એમ.બી.બી.એસ ( MBBS) ડો. કિશન એમ દેથરીયા દ્વારા સારવાર અને નિદાન કરવામાં આવશે. રોટરી ક્લિનિક રવિવાર સિવાય ના દરેક દિવસ સવારે ૯:૦૦ થી ૧:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૮:૦૦ દર્દીઓ ની સારવાર માટે ખુલ્લું રાખવામાં આવશે. રોટરી ક્લિનિક ના પ્રોજેક્ટ ને સફળ બનાવવા રોટરી ક્લબ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર સિંહ રાણા , નરભેરામ ભાઈ અઘારા, અરવિંદભાઈ પટેલ તેમજ રોટરી ના દરેક સભ્યો હાજર રહ્યા હતા.