Thursday, April 24, 2025

રોટરી ક્લબ અને લાયોનેસ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ મુંબઇ દ્વારા હળવદમાં શુદ્ધ પાણીનું પરબ બનાવાયું

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: સુરેશ સોનાગરા હળવદ)

હળવદ: રોટરી ક્લબ ઓફ હળવદ અને લાયોનેસ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ મુંબઇ દ્વારા વૈજનાથ મહાદેવ મંદિરે ઠંડા અને શુદ્ધ પાણીનું પરબ બનાવવામાં આવ્યું હતું. આ પરબનું ઉદ્ઘાટન રોટરી ઇન્ટરનેશન ડિસ્ટ્રીક્ટ 3060 ના ગવર્નર પ્રશાંતભાઈ જાનીના વરદ હસ્તે તેમજ ફસ્ટ લેડી હિતાબેન જાની અને આસિસ્ટન્ટ ગવર્નર ભરતભાઇ ગજ્જરની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટ નું ડોનેશન ધીરજલાલ મોરારજી અજમેરા ચેરિટી ટ્રસ્ટ, મુંબઈ તથા સ્વ: અરવિંદભાઈ મણિલાલ પટવાના સ્મરણાર્થે હસ્તે: હર્ષદ પટવા, પ્રાગપર હાલ હળવદ તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ લાયોનેશ કલબ ઓફ કિંગ્સ સર્કલ, ડિસ્ટ્રીક્ટ 3231 A1 મુંબઈ ના પ્રેસિડેન્ટ
લાય. જ્યોતિ મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન લાય. મયુરિકા જોબાલીયાના સાથ, સહકારથી સફળ થયો હતો. આ શુભારંભ પ્રસંગે દાતા પ્રકાશભાઈ પટવાનો પરિવાર અને વૈજનાથ મંદિરના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રી તેમજ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,294

TRENDING NOW