Wednesday, April 23, 2025

રાતીદેવડી નજીક ઈકો કારમા 600 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર સીટી પોલીસે રાતીદેવડી નજીક ઇકો કરમાંથી ૬૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા છે. પોલીસે ૧.૩૬ લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને રાતિદેવળી ગામ બાજુથી વાકીયા જવાના રસ્તા ઇકો કારમાં દારૂનો જથ્થો ભરી આરોપીઓ નીકળશે જે બાતમીને આધારે પોલીસ દોડી ગઈ હતી. જ્યાં વોચ દરમિયાન ઇકો ગાડી નંબર GJ-16-CN-1959 પસાર થતા પોલીસે કારની તલાસી લીધી હતી જેમાંથી ૨૪ પ્લાસ્ટીકના બાયકામાં દેશી દારૂ લી. ૬૦૦ કિંમત રૂ .૧૨,૦૦૦નો જથ્થો ઝડપાયો હતો. જેને પગલે પોલીસે દેશી દારૂ ભરેલી કાર સાથે અકબરભાઈ હાસમભાઈ સમા, (ઉ.વ.-૩૪) રહે.મોરબી લીલાપર રોડ પ્રધાન મંત્રી આવાસ તથા હરભજનસિંગ ધવલસિંગ ખીચી (ઉ.વ. -૧૯) રહે.મોરબી વીશીપરા, હાઉસિંગ બાલાહનુમાન મંદીર પાસે વાળાને ઝડપી લઈ બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોસ્ટે માં પ્રોહી કલમ ૬૫ એઇ, ૯૮ (૨), ૮૧ મુજબ ગુનો દાખલ કર્યો હતો .આ ઉપરાંત પોલીસે દારૂ, બે મોબાઈલ કિંમત રૂ . ૪૦૦૦, એક ઇકો કાર નંબર GJ-16-CN-4959 કિંમત રૂ.૧,૨૦,૦૦૦ સહિત કુલ કી.રૂ .૧,૩૬,૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો .

Related Articles

Total Website visit

1,502,222

TRENDING NOW