વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ પર પેડ્રાઈ સિરામિક પાસે જાહેરમાં નોટ નંબરી પર એકી બેકી જુગાર રમતા બળદેવ ચોથાભાઇ ભવાણીયા (રહે.રાતાવીરડા) અને નવઘણ ભગાભાઈ ડાંગરોચા (રહે.વીરપ એમ બે આરોપીને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૦૦ જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.