ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટર સાયકલોની ચોરી કરતા રાજસ્થાન રાજ્યના એક રીઢા ચોરને કુલ-૧૬ મોટર સાયકલો સાથે પકડી પાડી મોટરસાયકલ ચોરીના ૧૭ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી કુલ કિ.રૂ. ૬,૦૫,૦૦૦/- નો મુદામાલ મોરબી એલસીબી દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.
અગાઉ ટેકનીકલ સ્ટાફને જે શંકાસ્પદ શખ્સો ફોટાઓ તથા વીડીયો ફૂટેઝ મળેલ તે શખ્સ નવલખી ફાટક તરફથી શનાળા બાયપાસ તરફ જતો હોવાની બાતમી મળેલી હોય અને આ શખ્સ પાસે હાલમાં જે મોટરસાયકલ છે તે મોરબી શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર ગુનામાં ચોરી થયેલ તે હોવાની બાતમી મળેલી હોય જે બાતમીના આધારે સ્ટાફ સાથે મોરબી પંચાસર ચોકડી પાસે વોચ ગોઠવી એક શખ્સ ને શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડી પાડી મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા પોતે આ મોટરસાયકલ આજથી આશરે ચારેક માસ પહેલા મોરબી નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સુપર માર્કેટ પાસેથી ચોરી કરીને લીધેલ હતુ તે હોવાનુ અને તેની આગળ-પાછળની નંબર પ્લેટો કાઢી ફેંકી દીધેલ હોવાનુ જણાવતો હોય અને આ સીવાય તેણે મોરબી, રાજકોટ, રાધનપુર તથા થરાદ એમ અલગ-અલગ જગ્યાએથી અલગ- અલગ તારીખ/સમયે કુલ ૧૭ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોરીના ગુનાઓના તમામ મોટર સાયકલ કબ્જે કરી આ બાબતે ખરાઇ કરતા મોરબી જિલ્લામાં ૬ (છ) મોટરસાયકલ તથા રાજકોટ શહેરમાં ૪ (ચાર) તથા પાટણ જિલ્લામાં ૩ (ત્રણ) તથા બનાસકાંઠા જિલામાં ૪ (ચાર) મોટરસાયકલ ચોરી અંગેના કુલ-૧૭ ગુનાઓ રજીસ્ટર થયેલ હોય જેથી પકડાયેલ આરોપી પાસેથી કુલ-૧૬ મોટરસાયકલ જેની કુલ કિંમત રૂપિયા છ લાખ પાંચ હજાર નો મુદામાલ ચોરી કે છળકપટથી મેળવેલ શકમંદ મિલકત તરીકે બી.એન.એસ.એસ.ની કલમ ૧૦૬ (૧) મુજબ કબ્જે કરી આરોપી હરીશભાઇ મોહનલાલ કાનારામ પુનીયા રહે. ચૈનપુરા ગામ પુનીયોકી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાનવાળા ને હસ્તગત કરીને વધુ તપાસ માટે અને આગળની કાર્યવાહી માટે મોરબી શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.