Thursday, April 24, 2025

રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે

Advertisement
Advertisement
Advertisement

પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ છે. વર્ષોથી ચાલી આવેલી ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે. આના પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક ૩પ મેટ્રિક ટન પેપરની બચત થશે.

કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ઇ-ગેઝેટની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે. ગેઝેટની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે. ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે

હાલ રાજ્યમાં 30 વર્ષના જૂના ગેઝેટ ઉપલબ્ધ છે તે ત્વરાએ વેબસાઈટ ઉપર એક માસમાં ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ વિભાગ ને સૂચન કર્યુ હતું. તદનુસાર જૂના ગેઝેટને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે. નાગરિકો, અરજદારો,સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે

રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ –સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી પૂરી પાડી શકાશે. આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે મંત્રી જયેશ ભાઈ રાદડીયા,કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમાર, જી આઇ એલના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ,સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક રાઠોડ તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW