મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ઉમા બંગલો સામે રવાપર ઘુનડા રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં રૂ. ૫૬૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપી દેવરાજભાઈ બાબુભાઈ છુસીયા (ઉ.વ.૨૫) રહે. લીલાપર રોડ ખડિયાવાસ મોરબી તથા જયદીપભાઇ પ્રભુભાઈ દલસાણીયા (ઉ.વ.૩૨) રહે. વિવેકાનંદ નગર રવાપર રોડ મોરબી વાળાને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે પુછપરછ કરતા અન્ય એક શખ્સ અરવિંદ બાટી રહે. વજેપર મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.