Tuesday, April 22, 2025

રણ સરોવર ” યોજના પર પાટીદાર રત્ન જયસુખભાઇ ની દિલ્હી ખાતે અલગ-અલગ મંત્રીઓ સાથે બેઠક*

Advertisement
Advertisement
Advertisement

લાખો લોકોની સુખાકારી સાથે જોડાયેલ “રણ સરોવર ” યોજના પર પાટીદાર રત્ન જયસુખભાઇ ની દિલ્હી ખાતે અલગ-અલગ મંત્રીઓ સાથે બેઠક


કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે જ થશે
જો યોજના બધ પાણીનો સંગ્રહ નહીં કરીએ તો આવનારી પેઢીઓ એ પાણી માટે તરફડિયા મારવા પડશે તેમાં કોઈ બેમત નથી…… “રણ સરોવર “ યોજના લાખો લોકોના હીત સાથે જોડાયેલ કલ્યાણકારી યોજના છે.

સરકાર તરફથી અપાતા પોઝીટીવ અને સન્માંનીય એપ્રોચ ના ભાગરૂપે અજંતા – ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલની દિલ્હી ખાતે તા. ૧૮-૦૨-૨૦૨૨ અને તા. ૨૧-૦૨-૨૦૨૨ ના રોજ મા. મનસુખ માંડવીયા સાહેબ (હેલ્થ મીનીસ્ટર), મા. ગજેન્દ્ર સિંહ સેખાવત સાહેબ (જલશકિત અને એગ્રીકલ્ચર મીનીસ્ટર – દિલ્હી), કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમ રૂપાલા, મા. ડૉ. મહેન્દ્ર મુંજપરા મીનીસ્ટર (“આયુષ”- વિભાગ, રાજ્ય મંત્રી) તથા રાજ્યસભા ના સંસદ સભ્ય મા. જુગલસિંહ લોખંડવાલા સાથે ફરી વખત મીટીંગ યોજવામાં આવેલ હતી. આ મીટીંગ માં “રણ સરોવર” અંગે ઉચ્ચ અધીકારીઓની હાજરીમાં ઉંડાણ પૂર્વક ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને સરકાર તરફથી દરેક બાબતે પોઝીટીવ વ્યુહ આપવામાં આવ્યા હતા. લોક કલ્યાણ અને સમગ્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકાર શ્રી રણ સરોવર માટે પોઝિટિવ એપ્રોચ ધરાવે છે.

જેને વેરાન વગડામાં પણ પાણી દેખાયુ અને તે પણ કદાચ એશીયાનું સૌથી મોટુ મીઠા પાણી નું સરોવર બને તેટલું… નર્મદા ડેમ સમાન “રણ સરોવર”ના અદભુત અને લોક કલ્યાણક વિચારને માનનીય મોદી સાહેબ, અમીત શાહ સાહેબ તેમજ દેશના ઘણા તજજ્ઞો ઉચ્ચ પદાધીકારીઓ એ હંમેશા સન્માન અને સર્મથન આપ્યું છે… આ વિશાળ કલ્પનાને વાસ્તવીક સ્વરૂપ આપવા માટે સમય લાગે એ ખુબજ સ્વભાવીક છે…

ગુજરાતમાં 5000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કચ્છનું નાનું રણ જોવામાં તો ઉજ્જડ જમીન છે, પરંતુ અજંતા ઓરેવા ગ્રુપના સુપ્રીમો અને ગુજરાતના પાટીદાર રત્ન એવા સામાજિક કાર્યકર જયસુખભાઈ પટેલની નજરે જોશો અને સમજશો તો તેના અનેક ફાયદાઓ જાણવા મળશે અને ત્યારબાદ તમે જ કહેશો કે આ કુદરતની અમૂલ્ય ભેટથી કંઇ ઓછું નથી.

આ ઉજ્જડ જમીનમાં વર્ષ દરમિયાન બે સ્વરૂપ જોવા મળે છે. એક સ્વરૂપ છે આ નિર્જન ઉજ્જડ જમીન જ્યાં જીવનના અસ્તિત્વની કલ્પના પણ કરી શકાતી નથી અને બીજું સ્વરૂપ વરસાદી ઋતુ બાદ લગભગ 3-4 મહિના સુધી પાણીથી છલોછલ ભરેલું આ મીઠા પાણીનું સરોવર.

દરિયાની સપાટીથી 3-4 ફૂટ ઉપર સ્થિત ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાંથી અનેક નદીઓનું પાણી અહીં એકત્ર થાય છે અને કુદરતી રીતેજ રણમાં સરોવર બને છે. પરંતુ ધીરે ધીરે આ મીઠું પાણી ખારું બની જાય છે, કારણ કે તેમાં દરિયાનું પાણી ભળી જાય છે. વાસ્તવમાં આ આખી જમીન અરબી સમુદ્ર સાથે જોડાયેલ હડકિયા કીર્ક સાથે જોડાયેલી છે. જ્યારે જ્યારે દરિયામાં ભરતી આવે છે, ત્યારે દરિયાનું ખારું પાણી 50 કિલોમીટર સુધી આ મીઠા પાણીના સરોવરમાં ભળી જાય છે અને પછી વરસાદનું એકઠું થયેલું તમામ મીઠું પાણી ખારું થઈ જાય છે અને ધીમે ધીમે આ કિંમતી પાણી દરિયામાં વહી જાય છે. પાણીનો કેટલોક અંશ જમીનમાં ઉતરી જાય છે અને બાકી રહેલુ પાણી બાષ્પીભવન થઇ સુકાઈ જાય છે અને બાદમાં આ જમીન ઉજ્જડ બની જાય છે.

આ સમગ્ર જમીન પર વિવિધ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકો સાથે વર્ષો સુધી સંશોધન કર્યા બાદ જયસુખભાઈ એક નિષ્કર્ષ પર આવ્યા અને એક એવુ સ્વપ્ન જોયું કે, આ ઉજ્જડ જમીનને ગ્રીન બેલ્ટમાં પરિવર્તિત કરી શકાય છે, કચ્છના નાના રણમાં એકત્ર થતું આ મીઠા પાણીના સરોવરમાં દરિયાના ખારા પાણીને જતા રોકવામાં આવે તો અહીં નર્મદા ડેમ જેટલો વિશાળ પાણીનો જથ્થો સ્ટોર થઇ શકે અને એશિયાનું સૌથી મોટુ મીઠા પાણીનું સરોવર બની શકે છે.

ગુજરાતનો સૌથી પછાત વર્ગ એવા અગરિયા કામદાર જે કચ્છના નાના રણમાં મીઠાની ખેતી કરે છે. આ લોકોની ખરાબ સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમની રોજની આવક ખુબજ નજીવી છે. આ એવા કામદારો છે કે, જેઓ નાના રણમાં છેલ્લા 50 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જીવન જીવી રહ્યા છે.

આવી સ્થિતિમાં રણ સરોવર પ્રોજેક્ટને મંજૂરી મળ્યા બાદ
સરકારશ્રી તરફથી અગરિયાઓને ખેતી માટે જમીન મત્સ્યઉદ્યોગ તેમજ પર્યટનના વિશેષ અધિકાર આપવામાં આવે તો તેમની આવકમાં ૬ થી ૭ ગણો વધારો થશે અને ભોજનની સાથે શ્રેષ્ઠ શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ પણ મેળવી શકશે

કોઈપણ પ્રકારના ટેકનીકલ ચેલેન્જ વગર માત્ર રૂ. ૨૦૦ થી ૩૦૦ કરોડ ના ખર્ચે આશરે એકથી દોઢ વર્ષના સમયમાં જ આ વેડફાઈ જતા પાણી ને રોકી શકાય તેમ છે. તેમજ રણ સરોવર કુદરતી રીતે હાથની હથેળી જેવો આકાર ધરાવે છે રણ સરોવર માં સ્ટોર કરેલ પાણીની ઊંડાઈ આશરે ૪ મીટર થી વધારે નહિ હોવાથી આ પાણી માં ફોર્સ કે તાકાત નહિ હોય તેથી વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો આવે તો પણ આ પાણી કોઈને પણ નુકશાન કાર્ય વગર દરિયામાં વહી જશે

જો રણ સરોવર બનશે તો અનેક અદભુત ફાયદાઓ થશે.

(1) જો રણ સરોવર બનશે તો એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર બનશે
(2) જો રણ સરોવર બનશે તો નર્મદા ડેમ જેટલો વિશાળ પાણીનો જથ્થો સંગ્રહ થશે
(3) જો રણ સરોવર બનશે તો લગભગ 10 લાખ લોકોને પીવાનું પાણી અને લગભગ 50 લાખ લોકોને ખેતી માટે પાણી મળી શકે.
(4) જો રણ સરોવર બનશે તો લાખો હેક્ટર બંજર જમીનને આખા વર્ષ દરમિયાન પાણીની સુવિધા મળી શકે તેમ છે.
(5) જો રણ સરોવર બનશે તો કૃષિ આધારિત ઉદ્યોગોમાંથી હજારો અકુશળ લોકોને રોજગારી મળી શકે
(6) જો રણ સરોવર બનશે તો પ્રવાસન ઉદ્યોગો મોટા પાયે વિકાસ પામશે અને તેમાંથી રોજગારમાં ઘણો વધારો થશે.
(7) જો રણ સરોવર બનશે તો અગરિયા સમાજને ખેતી, મત્સ્યોદ્યોગ અને પ્રવાસનનો અધિકાર આપી પછાત અગરિયા સમાજની જીવનશૈલીમાં ઘણો સુધારો લાવી શકાય તેમ છે.
(8) જો રણ સરોવર બનશે તો ઘુડખરને ખાવા-પીવાનું સરળતાથી મળી જશે અને તે વધુ સુરક્ષિત રહેશે.
(9) જો રણ સરોવર બનશે તો આખું વર્ષ પાણી રહે, જેના કારણે ફ્લેમિંગો અને અન્ય વિદેશી પક્ષીઓની સંખ્યામાં ભારે વધારો થાય, કદાચ દેશનું મોટું પક્ષી અભયારણ્ય બની શકે.
(10) જો રણ સરોવર બનશે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની તંગી દૂર થશે.
(11) જો રણ સરોવર બનશે તો મત્સ્ય ઉદ્યોગનો મોટા પાયે વિકાસ થશે.
(12) જો રણ સરોવર બનશે તો પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં વિકાસ થશે.
(13) જો રણ સરોવર બનશે તો સૌર ઉર્જા, પવન ઉર્જા અને ઉદ્યોગોનો વિકાસ થશે
(14) જો રણ સરોવર બનશે તો 5000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પાણીનો ફેલાવો થતાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં અસહ્ય ગરમી માંથી રાહત થશે અને વાતાવરણ ખુશનુમા બની જશે. જેનો મોટા પાયે વીજળીના વપરાશમાં પણ ફાયદો થશે.
(15) જો રણ સરોવર બનશે તો કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
(16) જો રણ સરોવર બનશે તો નવલખી, કંડલા અને તુણા બંદરની ઉંડાઈ નહીં ઘટે અને દર વર્ષે ડ્રેજિંગ પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચમાં બચત થશે
(17) જો રણ સરોવર બનશે તો મોટા પાયે ઓલિવની ખેતી કરી શકાય.
(18) જો રણ સરોવર બનશે તો ખેડુતોના જીવનમાં મોટા પાયે સુધારો થઈ શકે
(19) જો રણ સરોવર બનશે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર અને મધ્ય ગુજરાત અને કચ્છ વચ્ચેનું અંતર પણ ઘટાડી શકાશે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થશે.
(20) જો રણ સરોવર બનશે તો કચ્છનું ઉજ્જડ નાનું રણ વાઈબ્રન્ટ ગુજરાતનો ભાગ બનશે
(21) જો રણ સરોવર બનશે તો નર્મદા નદી અને મહી નદીનું વધારાનું પાણી પણ રણ સરોવરમાં સંગ્રહ કરી શકાશે.
(22) જો રણ સરોવર બનશે તો આસપાસનો સમગ્ર વિસ્તાર ગ્રીન બેલ્ટ થશે પર્યાવરણ માં મોટાપાયે ફાયદો થશે અને બંજર પ્રદેશમાં હરિયાળી ક્રાંતિ થશે.

જો આ પ્રોજેકટને વહેલી તકે મંજૂરી મળે તો એશિયાનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર ગુજરાતને મળશે. એકંદરે રણ સરોવર બનશે તો માનવતાની દૃષ્ટિએ એક વરદાન સાબિત થશે અને ભવિષ્યમાં ભારતનું નામ વિશ્વ મંચ પર ગર્વથી લેવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW