યુવાન તેમજ તેના દાદીને માર મારતા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
મોરબી ગ્રીન ચોક વિસ્તારમાં યુવાન તેમજ તેના દાદીને ત્રણ જેટલા ઈસમોએ માર મારતા યુવાને પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાંઆ કામનાઆરોપી મેહુલભાઈ દીલીપભાઈ પીઠડીયા તથા નંકરનભાઈ દીલીપભાઈ પીઠડીયા તથા એક અજાણ્યો માણસ નાઓએ વારા ફરતી મયુરભાઈ મનહરલાલ દવેને ગાળો બોલી લાતો ઢીંકા-પાટુનો માર મારીતથા આરોપી મેહુલભાઈ દીલીપભાઈ પીઠડીયા નાએ મયુરભાઈ મનહરલાલ દવેના દાદી સાહેદને કમરમાં લાત મારી નિચે પછાડી દઈ મુંઢ ઈજા કરી જેના ડાબા પગની સાઠળમાં ફ્રેકચર જેવી ઇજાઓ કરી હોય ત્યારે આ બાબતે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.