મોરબી જિલ્લામાં કોરોના કહેર ચાલુ છે. અને વધતાં જતાં કોરોના કેશને લઈને હોસ્પીટલોમાં બેડ મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે દર્દીઓના પરિવારજનો સારવાર માટે દોડાદોડી કરી રહ્યા છે. આવી કપરી પરિસ્થિતિ વચ્ચે હોસ્પીટલોમાં ઓક્સીજનની કમી પણ સર્જાઈ હોવાથી અનેક સંસ્થાઓ આગળ આવીને સેવાકાર્ય અને ઓક્સિજનની વ્યવસ્થા પુરી પાડવાની કામગીરી શરૂ કરી છે.
ત્યારે મોરબીમાં ઈમરજન્સી બ્લડની જરૂરિયાત પૂરી પાડતું અને સેવાકાર્યમાં અગ્રેસર રહેતું
યુવા આર્મી ગ્રુપ દ્વારા હાલની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તાત્કાલિક Oxygen Concentrator ના 5 મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મશીન વિશે યુવા આર્મી ગ્રુપના સભ્ય કાંતિલાલ ફુલતરીયાએ માહીતી આપતા જણાવ્યુ હતું કે, હાલની આ મહામારી ધ્યાનમાં લઈને યુવા આર્મી ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે, ઓક્સિજનની બહુ જરૂર છે. અને ઓક્સિજન સિલિન્ડર સોરટેજ અને હોસ્પિટલ મા જગ્યા નથી તો તેના વગર કોઈને જરુર પડ્યે ઓક્સિજન પુરુ પાડવા માટે અમે ઓક્સિજન મશીનની ખરીદી કરી જે ધરના ઈલેક્ટ્રીક સપલાય પર ચાલે છે અને ઓક્સિજન સિલીન્ડર ની જરૂરીયાત રહેતી નથી.

જે દર્દીને ઓક્સિજન લેવલ 80+ 90- અપડાઉન થઈ રહ્યું છે અને હોસ્પિટલ કે ઓક્સિજન સિલિન્ડર ની વ્યવસ્થા થાય ત્યાં સુધી દર્દીને 5-6 કલાક માટે ઓક્સિજન મળી રહે અને નોર્મલ શ્વાસોશ્વાસ શરૂ થય જાય તે માટે આ મશીનની વ્યવસ્થા કરી છે.
યુવા આર્મી ટીમ, મોરબી દ્વારા હાલ 5 મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. અને હજુ બીજા ઓર્ડર મા છે જે મળી જતા કાર્યરત કરવામાં આવશે.
આ સેવા કાર્યમાં કોઈપણ ને ભાગરૂપી થવુ હોય તો મદદરૂપ બની શકે છે. અને આ મશીન ના ઓક્સીજનની બોટલની જરૂર પડતી નથી અને વજનમાં પણ હળવું હોવાથી ગમે તે માણસ હેરવી-ફેરવી શકે છે. અને ઇલેક્ટ્રિક પાવરથી ચાલે છે. અને માત્ર મિનિટનીનું 5 લિટર ઓક્સિજન બનાવી વ્યકિતને ઓક્સિજન પુરૂ પાડે છે. અને યુવા આર્મી ગ્રુપમાં કોઈપણ કાર્યરૂપી સહભાગી થવા માટે મો.93493 93693 પર સંપર્ક કરી શકાશે.