મોરબીના લીલાપર રોડ પાસે આવેલ સિરામિક સિટીમાં ફ્લેટમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીને 85 હજારની રોકડ રકમ સાથે મોરબી એલસીબીએ ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબીના સંજયભાઈ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને મળેલ જુગાર બાતમી આધારે મોરબીના લાલપર રોડ ઉપર આવેલ સિરામિક સીટી આઇ-૦૬, છઠ્ઠો માળ ફ્લેટ ન.૬૦૨માં જુગાર રમતા આયુષ નરેન્દ્રભાઇ સોમાણી (રહે.સિરામિક સીટી મોરબી), તપન પ્રશાંતભાઈ પટેલ (રહે.રવાપર રોડ મોરબી), ધર્મીન જીતુભાઈ પટેલ (રહે.રવાપર રોડ મોરબી), દર્શન બળદેવભાઈ પટેલ (રહે.અવની ચોકડી મોરબી), યલીન રમેશભાઈ પટેલ (રહે.ચિત્રકુટ મોરબી), અભી જયસુખભાઈ પટેલ (રહે.રવાપર રોડ મોરબી), મિત રજનીભાઈ પટેલ (રહે.મોરબી), કેવલ મનહરભાઈ પટેલ (રહે.ચિત્રકુટ મોરબી)ને રોકડ રકમ રૂ.૮૫,૦૦૦ તથા હ્યુડાઈ વરના, કિયા કાર મળી કુલ રૂ.૧૦,૮૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.