મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપરથી વિદેશી દારૂની ૩ નંગ બોટલ સાથે એક ઇસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પ્રટ્રોલિંગમાં હોય તે દરમ્યાન અયોધ્યાપુરી મેઈન રોડ ખ્વાજા પેલેસ પાછળથી આરોપી મુસ્તાક જુસબભાઈ કટીયા (રહે.મચ્છીપીછ ઈદમસ્જીદ પાછળ,મોરબી)ને ગે.કા રીતે પાસ પરમીટ
કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વીદેશી દારૂની મુનવલ્ક ઓરેંન વોડકા ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલીની ૭૫૦ એમ.એલની કંપની શીલ બંધ બોટલ નંગ.૩ (કિ.રૂ.૯૦૦) નો મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. આરોપી વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે પ્રોહીબીશન એકટ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.