મોરબીમાં લક્ષ્મીનગર પાસે નેશનલ હાઇવે રોડ ઉપર ઈંગ્લીશ દારૂની ૧ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર નજીક નેશનલ હાઈવે રોડ ઉપરથી આરોપી મુકેશભાઈ બાબુભાઈ ભંખોડીયા (ઉ.વ.૨૩.રહે. લક્ષ્મીનગર. મોરબી) નેં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કિં.રૂ.૩૦૦)સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.