
સીમા જાગરણ મંચ તથા ભારત વિકાસ પરિષદ મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં તેલુગુ તથા અંગ્રેજીમાં અનેક પુસ્તકોના લેખક તથા ભારતીય વિદેશ નિતીના થિંક ટેંકના મહત્ત્વપૂર્ણ સદસ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય તથા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવજીના વ્યાખ્યાનનો એક કાર્યક્રમ અહીંના ટાઉનહોલ ખાતે હરિસ્મરણ સ્વામી BAPS ડો જયંતિભાઈ ભાડેસીઆ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી તથા ઓરેવા ગૃપના જયસુખભાઈ પટેલ તથા સિમ્પોલો ગૃપના જીતુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં શ્રોતા તરીકે મોરબીના વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા રામમાધવજીએ હિંદુત્વને જીવનપદ્ધતિથી પણ વધુ જીવન દ્રષ્ટી ગણાવી હતી. સરળ અને સહજ ઉદાહરણો દ્વારા સાંપ્રત પરિસ્થિતિ અને હિંદુત્વ વિશે પોતાના વિચારો પ્રગટ કર્યા હતા. પોતાના પુસ્તક ધ હિંદુત્વ પેરેડાઈમ વિશે પણ તેમણે વાત કરી ઉપસ્થિત શ્રોતાઓના વિવિધ પ્રશ્નોના સંવાદ દ્વારા વિવિધ વિષયો કાશ્મીરથી લઈને અખંડ ભારત સુધીના પ્રશ્નોના જવાબો આપ્યા હતા.


આ અવસરે યુવા ઉત્સવમાં રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલા વિસ્મય ત્રિવેદી તથા મયુર વાઘેલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક રાજેશભાઇ એરણીયા સહ સંયોજક ડો જયેશભાઈ પનારા, રવીન્દ્રભાઈ ત્રિવેદી, હિરેનભાઈ વિડજા, દિલિપભાઈ પરમાર, મનુભાઈ કૈલા, હરેશભાઈ બોપલિયા, બ્રિજેશભાઈ કાલરીયા, અશ્વિનભાઈ રાઠોડ, ડો ઉત્સવભાઈ દવે, ધૃમીલભાઈ આડેસરા, મેહુલ ગાંભવા, બિપીન પટેલ, પંકજભાઈ ફેફર, વિશાલભાઈ બરાસરા, પરેશભાઈ મિયાત્રા, ચિરાગભાઈ હોથી, હિંમતભાઈ મારવણીયા, મનહરભાઈ કુંડારીયા, વિનુભાઈ મકવાણા, નિલેશભાઈ પારેજીયા, હિરેનભાઈ ધોરીયાણી, સંદિપભાઈ લોરીયા, રાજેશભાઇ બદ્રકિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રવીન્દ્રભાઈ ત્રિવેદીએ કર્યુ હતું
