મોરબી: સમગ્ર દેશમાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ વધતાં જતાં કોરોના કેશને પગલે સહિત રાજ્યના 20 શહેરોમાં ગઇકાલે રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે રાત્રી કર્ફ્યુંને પગલે વહેલી સવારે ઉપડતી લાંબા રૂટની બસો તેમજ ગ્રામ્ય વિસ્તારના રૂટ હાલ બંધ કરવામાં આવ્યા છે.
મોરબી એસટી ડેપોમાંથી મળતી માહિતી મુજબ મોરબીમાં રાત્રી કર્ફ્યુંને પગલે એસટી સેવાઓ પ્રભાવિત થવા પામી છે. જેમાં મોરબીથી જામનગર બપોરે 3 વાગ્યાની બસ અને સવારે 5:30 વાગ્યે ઉપડતી અમદાવાદ રૂટની બસ બંધ કરવામાં આવી છે. તો મોરબીના ગ્રામ્ય વિસ્તારના 4 રૂટ બંધ કરાયા છે. જેમાં માણેકવાડા, કુંભારિયા, વવાણીયા અને હરીપર રૂટ પણ હાલ રદ કરી નાખવામાં આવ્યા છે. બીજી તરફ કોરોના ભયને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અને ખાસ કરીને આંતરરાજ્ય પ્રવાસ કરવાનું બંધ કરતા મોરબી એસટી ડેપોની આવક છેલ્લા અઠવાડિયામાં 50% જેટલી ઘટી હોવાની માહિતી મળી હતી.