Tuesday, April 22, 2025

મોરબીમાં રવાપર ગામે જમીન પચાવી પાડનાર શખ્સની લેન્ડગ્રેબિંગ હેઠળ ધરપકડ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર ગામે કિંમતી જમીન બોગસ દસ્તાવેજના આધારે પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી પોલીસે તે શખ્સની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ દેવજીભાઈ જીણાભાઈ ચાવડા (રહે. વજેપર વાડી) વિસ્તારવાળાની માલિકીની રવાપર ગામની સર્વે નંબર 26/3ની એ-3-39 ગુઠા હે.ચો.મી. 1-60-86 વાળી જમીનને ભળતા નામ વાળા ખોટા વ્યક્તિએ પૂર્વ આયોજીત કાવતરું રચીને ખોટા દસ્તાવેજ બનાવી તેમજ ખોટા આઈડી પ્રુફ અને ખોટા ફોટોગ્રાફ ઉભા કરી જમીન પચાવી પાડી હતી.

આ અંગે વિશ્રામ જગમલ મિસ્ત્રી (રહે. દબડા રોડ, મફતિયાપરા, અંજાર) વાળાએ આ કૌભાંડ આચર્યું છે. તેને પોતાના આધારકાર્ડ નંબર 2563 6451 1432માં દેવજીભાઈ જીણાભાઈ ચાવડાનું નામ એડિટ કરી ખોટું આધારકાર્ડ બનાવેલ હતું. જેમાંથી ખાનગી રાહે તપાસ કરાવતા આરોપી મળી આવ્યો હતો. અને તેની પૂછપરછ કરતા તેનું સાચું નામ ભરતભાઇ વ્રજલાલભાઈ પરમાર ઉર્ફે દેવજીભાઈ ચાવડા ઉર્ફે વિશ્રામ જગમલ મિસ્ત્રી (રહે. હાલ અંજાર મૂળ જામખંભાળીયા) હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આ આરોપીની રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરોક્ત કામગીરીમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ, એએસઆઈ સુરેશભાઈ ઠોરિયા, ફારૂકભાઈ પટેલ, રવિભાઈ લાવડીયા તથા જયેશભાઇ બાલાસરા સહિતના જોડાયા હતા.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW