મોરબીમાં ૧૭ જુલાઈના રોજ યુવાને લાઈવ વિડિયો ઉતારી સાસુ, સસરા માસી તથા પત્નીએ મરી જવાનું કહ્યુંનુ જણાવતો વિડીયો બનાવી બાદમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરીયાદના આધારે ચારે વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ વાવડી રોડ પર રહેતા યુવાનને ગત તા.૧૭ જુલાઈના રોજ યુવાને વિડીયો બનાવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. મૃતક કિશન ગોસ્વામી નામના યુવાને ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હતો. મૃતક કિશનના માતા કિરણબેનએ એ ડીવીઝન પોલીસમાં યુવાનનાં સાસુ-સાસરા પંકજગીરી પ્રવિણગીરી ગોસ્વામી તથા લતાબેન પંકજગીરી ગોસ્વામી,માસી સુધાબેન હસમુખગીરી ગોસ્વામી અને પત્ની મીતાલી પંકજગીરી ગૌસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે કે. મૃતકે કોર્ટ મેરેજ કરેલ હોય અને સાસુ-સસરા અને માસીને સારું નહિ લાગતા પત્નીને મૃતકની કિશનની ગેરહાજરીમાં ઘરેથી લઇ ગયા હોય જે મામલે પોલીસ અને કોર્ટમાં કેસ ચાલતો હતો. જેથી મૃતક કિશનને હેરાન કરી પત્નીને મળવા નહિ દઈએ તું મરી જા તેવા શબ્દો બોલી અપમાનિત કરતાં યુવાન પરેશાન હોય મરી જવાનું જણાવતો વિડીયો બનાવી આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.