મોરબીના નવા ઘુટુ નજીક યુનિવર્સ એલાયમેન્ટ નામની દુકાન સામે જાહેર રોડ ઉપર સેન્ટ્રો કાર બજાજ પ્લેટીના બાઇક સાથે અથડાઈ હતી. જેથી મોટર સાયકલના નુકશાનીનું વળતર માંગતા કારચાલક યુવાને પૈસા ન હોવાનું કહ્યું હતું. ત્યારે બે શખ્સોએ કાર ચાલક યુવાનનું અપહરણ કરીને માર મારી અને લૂંટ ચલાવી ફરાર થય ગયા હતા. આ બનાવ અંગે યુવાને બી ડિવિઝન પોલીસ મથકે બે શખ્સો વિરૂધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ પર મનીષ કાંટાની બાજુમાં કેપી કાર પોઇન્ટ (ગેરેજ)માં રહેતા અને ગેરેજ કામનો ધંધો કરતા ક્રુપાલભાઇ કનકભાઇ વાળાએ આરોપીઓ લાલો ઉર્ફે ખુરી (ઉં.વ. આશરે વીશેક વર્ષ), રસીક (ઉં.વ. આશરે પચ્ચીસેક વર્ષ) સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા. 23ના રોજ બપોરનાં ચારેક વાગ્યાનાં અરશામાં ફરીયાદીની સેન્ટ્રો કાર નં.GJ-03-UC-4736નું આરોપીઓનાં બજાજ પ્લેટીના નં.GJ-03-BP-1843 સાથે ફરીયાદીથી અકસ્માત થતા મોટર સાઇકલનાં નુકશાનીના રૂ.50,000 માંગતા ફરીયાદી પાસે ન હોય. જેથી, ફરિયાદીનું આરોપીઓનાં મોટર સાઇકલમાં અપહરણ કરી લઇ જઇ રૂપિયા આપે તો છોડી દેવો છે. તેમ કહી ફરીથી અકસ્માત વાળી જગ્યાએ લાવી રૂપિયા કઢાવવા ફરીયાદીને મુંઢ માર મારતા ફરીયાદીએ રૂપિયા નહી આપતા તેનાં પેન્ટનાં ખીસ્સામાંથી વીવો કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિં.રૂ. 7000)નો તથા સેન્ટ્રો કારની ચાવી લુટી નાશી ગયા હતા. આ બનાવના આધારે પોલીસે બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.