Thursday, April 24, 2025

મોરબીમાં મેકઅપ-હેર સ્ટાઈલ સેમીનાર યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવનમાં શ્રી અપના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ભારત બ્યુટીપાર્લર દ્વારા નારી સન્માન અને બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલ તથા સૌંદર્ય પ્રેમી બહેનો માટે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિખ્યાત આર્ટિસ્ટ કાજલ ગીનોયા અને તેમની ટિમ દ્વારા હેરસ્ટાઇલ અને મેકઅપના આધુનિક સિસ્ટમ અને નવીનતમ રીતોની વિસ્તૃત તાલીમ પ્રેક્ટિકલી ડેમો સહિત આપવામાં આવી હતી. અને રેમ્પવોક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે નગરપાલિકા મોરબીના પ્રમુખ કુસુમબેન પરમાર, બાળવિકાસ યોજના અધિકારી ભાવનાબહેન, તથા સુપરવાઈઝર બહેનો, અભ્યમ181 ટિમ, નગરપાલિકા એનયુએલએમ વિભાગ ના પ્રતિનિધિઓ વગેરે એ ઉપસ્થિત રહી આયોજકો અને સહભાગીઓ ના ઉસ્તાહ માં વધારો કર્યો હતો.આ તકે ઉપસ્થિત મહેમાનો અને વિશિષ્ટ આવડત ધરાવતા બહેનો ને શિલ્ડ અને સર્ટીફીકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દરેકને ફ્રી ભેટ પણ આપવામાં આવી હતી. આ સેમિનારનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. ટ્રસ્ટના હિમતભાઈ ભદ્રા, નીરવભાઈ, ઊર્મિલાબહેન, પરેશભાઈ વગેરે આયોજકો દ્વારા ખાસ જહેમત ઉઠાવીને સેમિનારને સફળ બનાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW