Tuesday, April 22, 2025

મોરબીમાં બક્ષી શેરીના નાકા પાસે જાહેરમાં જુગાર રમતા 4 પકડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં બક્ષી શેરીના નાકા પાસે જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીને એ ડીવીઝન પોલીસ ટીમે ઝડપી પાડ્યા છે. ચારેય જુગારીયા વિરૂધ એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ બક્ષી શેરીના નાકા પાસે ખુલ્લી જગ્યામાં રોડ ઉપર જુગાર રમાતો હોવાની બાતમી આધારે એ ડિવિઝન પોલીસ ટીમે રેડ કરી હતી. અને તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા ઇમરાનભાઇ ઉર્ફે પસ્તી સીકંદરભાઇ દેવાણી (રહે.ખાટકીવાસ ફુલગલી મોરબી), ગીરીશભાઇ છબીલદાસ કોટેચા (રહે.વાઘપરા શેરી નં.૧૧ મોરબી), કિશનભાઇ દીલીપભાઇ કાનાબાર (રહે.રણછોડનગર અમૃતપાર્ક સોસાયટી મોરબી), ભાવેશભાઇ ઉર્ફે મુનો ચંદ્રકાંતભાઇ મણીયાર (રહે.લખધીરવાસ ચોક પાસે બક્ષીશેરી સામે મોરબી)ને કુલ રોકડ રૂપિ‍યા ૧૩,૦૫૦ સાથે ઝડપી લીધા હતા.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW