મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ મોરબી ડીવીઝન મોરબીના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સ બી.પી.સોનારા તથા પો.સબ.ઇન્સ એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન સાથેના પો.સબ.ઇન્સ એસ.એમ.રાણા તથા પો.કોન્સ ચકુભાઇ દેવશીભાઇ કરોતરા નાઓને ખાનગીરાહે બાતમી મળેલ હોય.
જે બાતમીના આધારે મોરબી મકરાણીવાસ મચ્છીમાતાના મંદીર તરફ જતા રોડ ઉપર એક ઇસમ ગેરકાયદેસર હથીયાર સાથે ઉભેલ હોય જેથી બાતમી વાળી જગ્યાએ જતા આરોપી તોશીફભાઇ મહેબુબભાઇ બ્લોચ જાતે.મકરાણી ઉ.વ.૨૫ રહે.મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાસે વાળો મળી આવેલ અને તેના પેન્ટ નેફામાં ચેક કરતા હાથ બનાવટની લોડેડ સેમી ઓટોમેટીક પીસ્ટલ મળી આવેલ જેમાં ૧ કાર્ટિઝ લોડ કરેલ હોય જેથી ઉપરોક્ત પીસ્ટલની કી.રૂ. ૧૦૦૦૦/- તથા કાર્ટીસ નંગ ૧ ની કી.રૂ.૧૦૦ ગણી કુલ, કી.રૂ.૧૦૧૦૦/- નો મુદામાલ કબજે કરી આરોપી ને અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.