મોરબીમાં પત્તા ટીચતી પાંચ મહિલા ઝડપાઇ
મોરબી: મોરબી નવલખી રોડ લાયન્સનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલાને મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ લાયન્સનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતી પાંચ મહિલા રેખાબેન ગુણવંતભાઈ પીઠવા (ઉ.વ.૬૫), પુજાબેન મુકેશભાઈ પીઠવા (ઉ.વ.૩૨), પન્નાબેન ઉર્ફે જીજ્ઞાબેન વિજયભાઈ વાઘેલા (ઉ.વ.૩૩), રેખાબેન ભાવેશભાઈ પોપટ (ઉ.વ.૩૪), ધર્મિષ્ઠાબેન વિજયભાઈ ઓરીયા (ઉ.વ.૩૨) રહે. બધાં નવલખી રોડ લાયન્સનગર અમૃત પાર્ક સામે સેન્ટ મેરી સ્કૂલની પાછળની શેરીમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૪૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.