મોરબીમાં દર્શન ટાઉનશીપ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વક્તા તરીકે જમન બાપુ કથાનું રસપાન કરાવશે.
શ્રીમદ ભાગવત કથા સાથે ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી તા.29ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે ગોપાલ સાધુ ભજન મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. તેમજ તા.28ને મંગળવારના રોજ રાત્રે 9 કલાકે ભીમભાઈ ઓડેદરા ગ્રુપ દ્વારા કાનગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો લાભ લેવા માટે સર્વ ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.