મોરબીના રવાપરમાં ફ્લેટમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈ તમામના કબ્જામાંથી રૂપિયા ૧,૨૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી મુજબ રવાપર ખાતે નીતીનપાર્ક રઘુ હાઇટસ બ્લોકનં.૭૦૪માં આવેલ મનોજ અઘારાના ફ્લેટમાં રેઇડ કરી જુગાર રમતા મનોજભાઈ સોમજીભાઈ અઘારા (ઉ.વ.૪૨)સહિત, વિનોંદભાઈ લખમણભાઈ દેત્રોજા (ઉ.વ.૫૩), ધર્મેશભાઈ ભીમજીભાઈ વાસાણી (ઉ.વ.૩૯),દીપકભાઈ સવજીભાઈ વાધડીયા (ઉ.વ.૨૮), રોહીતભાઈ કેશવજીભાઈ બરાસરા (ઉ.વ.૩૮), વિપુલભાઈ ધનજીભાઈ દઢાણીયા (ઉ.વ.૪૦) રહે તમામ મોરબીવાળા તમામને દબોચી લીધા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રૂ.૧૨૭૦૦૦ના મુદામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.