મોરબી: મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીઝવ મોરબીના રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાણાનાઓ તથા સ્ટાફના માણસો સાથે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમાં તથા સમરથસિંહ ઝાલાને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી ધરતી ટાવરના ધાબા(છત) ઉપર અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય જે બાતમી આધારે ધરતી ટાવરના ધાબા(છત) ઉપર રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમો ભીખાભાઇ બાબુલાલ પટેલ (રહે.મોરબી વાવડી રોડ શ્રીજી પાર્ક તા.જી.મોરબી, મહેશભાઇ રમણલાલ પટેલ (રહે.મોરબી રવાપર રોડ શીવશકિત પાર્ક), રણજીતસિંહ લાખાજી વાઘેલા (રહે.મોરબી દરબારગઢ જાનીશેરી તા.જી.મોરબી) નેં પકડી પાડી ઇસમો પાસેથી રોકડ રૂ.૧૭૧૦૦/- નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઇસમો વિરુધ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારા તથા પો.સબ.ઇન્સ એસ.એમ.રાણા
તથા પો.હેડ.કોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા રામભાઇ મેઢ તથા સંજયભાઇ બાલાસરા તથા પો.કોન્સ.ચકુભાઇ કરોતરા તથા આશીફભાઇ રાઉમા તથા સમરતસિંહ ઝાલા તથા ભરતભાઇ હુંબલ વિગેરે જોડાયેલ હતા.