મોરબીના શનાળા રોડ પર મુરલીધર હોટલ પાછળ ત્તીન પત્તીનો જુગાર રમતા ૨ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ મુરલીધર હોટલ પાછળ જાહેરમાં ત્તીન પત્તીનો જુગાર રમતા આરોપી મહમદભાઇ રફીકભાઈ શાહમદાર (ઉ.વ.૧૯. રહે. ઈદ મસ્જિદ જુનાં બસસ્ટેન્ડ પાછળ.મોરબી) તથા અસલમભાઈ કરીમભાઈ માણેક (ઉ.વ.૨૦.રહે. જોન્સનગર શેરી નં-૮) નેં રોકડ રકમ રૂ. ૩૬૫૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે પકડી પાડેલ છે. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.