મોરબી જિલ્લામાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે કોરોના મહામારી સામે ગરીબ જરૂરિયાતમંદ પરિવારની વ્હારે યુવા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયા આગળ આવી ભોજનની વ્યવસ્થા કરી આપવાનો સેવાયજ્ઞ હાથ ધર્યો છે.
મોરબીના યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરીયાએ ગરીબ અને જરૂરીઆતમંદ પરિવારની મેડિકલ સહાય માટે રૂ.11,11,111 નું દાન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે મોરબી શહેરમાં કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ જરૂરિયાતમંદ દર્દીના પરિવારજનો માટે પંકજભાઈ રાણસરીયા ભોજનની વ્યવસ્થા કરી આપશે. તેમજ મોરબીમાં બહારથી સારવાર માટે આવેલ જરૂરિયાતમંદ પરિવાર માટે પંકજભાઈ તથા તેમની ટીમ ખડેપગે રહીને લોકોને મદદરૂપ બનવા માનવતાની દ્રષ્ટિએ આ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જેથી જરૂરિયાતમંદ ગરીબ પરિવારે ભોજન માટે મો. 9924411111 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.