મોરબીમાં ગ્રીન ચોક પાસેથી છરી સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે આરોપી કિશનભાઇ રમેશભાઈ કૈલા (ઉ.વ.૨૦. રહે. મોચી શેરી કુબેરનાથ મેઈન રોડ) શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.