મોરબીમાં ચૂંટણીકાર્ડમાં છબરડો સામે આવ્યો છે. જેમાં એક પરિવારના સભ્યોના ચૂંટણીકાર્ડમાં અન્યના ફોટા છપાયા હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી એસપી રોડ ઉપર રહેતા અંકિતભાઈ વસંતભાઈ પટેલના પરીવારજનોના તમામ સભ્યોના ચૂંટણી કાર્ડમાં અન્ય યુવાનના ફોટા સાથે ચુંટણી કાર્ડ નીકળતા ચુંટણી પંચ ક્યો કે ચુંટણી અધિકારી જેતે જવાબદાર અધિકારીનો જબરો છબરડો સામે આવ્યો છે. અંકિતભાઈના પરીવારે ચુંટણી કાર્ડ લગતી કામગીરી બાબતે વિગતવાર નામ સાથે તમામ સભ્યોના ફોટા લગાવી સુધારા વધારા કરવા આપેલ ત્યારબાદ પ્રોસેસ કર્યા બાદ અન્ય કોઈ વ્યકિતનો ચુંટણીકાર્ડમાં ફોટો આવતા પરિવાર અચંબીત બની ગયો હતો. જેમા પરીવારના તમામ સભ્યોના નામ સાથે ફોટા અન્ય યુવાનના જોવા મળતા ચુંટણી પંચનો જબરો છબરડો સામે આવ્યો છે.