(મહેશ ચાવડા દ્વારા): મોરબીમાં કથાકાર રત્નેશ્વરીબેનના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
મોરબીના મહેન્દ્રનગર ખાતે રામધન આશ્રમના બાળવિદુષી, કથાકાર રત્નેશ્વરીબેનના જન્મદિવસ નિમિત્તે આશ્રમમાં મહાઆરતી, યજ્ઞ, જરૂરિયાતમંદોને પ્રસાદ વિતરણ, ગાયોને ઘાસચારો જેવા સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. આમ, તેઓએ જન્મદિવસ પ્રેરણાદાયી રીતે ઉજવ્યો હતો.
